17 વર્ષની વિદ્યાર્થીની સરકારી શાળાના ક્લાસરૂમની અંદર સુસાઈડ કરી લીધું… સુસાઇડ નોટ માં લખ્યું કે “સુનિલ સર મારા…”

હાલમાં બનેલી એક સુસાઇડ ની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ સરકારી શાળાના ક્લાસરૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીનીએ લખેલી સુસાઇડ નોટ તેની નોટબુકમાંથી મળી આવી છે. જેમાં સુસાઇડ કરનાર વિદ્યાર્થીનીએ લખ્યું હતું કે “સુનિલ સર મારા મૃત્યુનું કારણ છે”. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના રેવાડી માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારજનોએ મોડી રાત્રે શાળાના શિક્ષક સુનિલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષની હતી અને તે ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી.

વિદ્યાર્થીની એ શાળામાં ક્લાસરૂમની અંદર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટના બનતા જ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઉપરાંત દીકરીના પરિવારજનોને સગા સંબંધીઓ પણ શાળામાં પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતી ના પિતાએ ભાઈએ જણાવ્યું કે, બહેને સવારે ઘરેથી શાળાએ ગઈ હતી. તે ઇતિહાસનો વિષય બદલવા માગતી હતી. આ કારણોસર તે ઇતિહાસના શિક્ષક સુનિલકુમાર પાસે ગઈ હતી. પરંતુ સુનિલ કુમારે તેને વિષય બદલવાની અરજી પર સહાય કરી દીધી ન હતી. ત્યારબાદ ગુસ્સામાં આવેલી બહેને શાળાના એક ખાલી ક્લાસરૂમમાં ગઈ હતી અને ત્યાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન દીકરીની નોટબુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે સુનીલસર મારા મૃત્યુનો કારણ છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનો અને સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*