રસ્તા પર જતી 17 વર્ષની યુવતીના મોઢા પર બે નિરાધમ યુવકોએ એસિડ ફેંક્યું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…હિમ્મત હોય તો જ વિડિયો જોજો…

મિત્રો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દિલ્હીના દ્વારકામાં રસ્તા પર જતી એક છોકરીના મોઢા પર બે યુવકોએ એસિડ ફેંક્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસને 9 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક વિદ્યાર્થીની પર એસિડ ફેકવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષની હતી અને તે પોતાની નાની બહેન સાથે રસ્તા પર ઉભી હતી. ત્યારે બાઈક સવાર બે યુવકો ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીના મોઢા પર એસિડ ફેંકીને ત્યાંથી ભાગી ગયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને પીડિત વિદ્યાર્થીનીએ બે છોકરા પર શંકા વ્યક્ત કરી છે. આ કેસને લઈને પોલીસે શંકાસ્પદ વ્યક્તિને અટકાયત કરી છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

બંને આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે યુવક બાઈક પર આવીને રસ્તા પર ઉભેલી એક વિદ્યાર્થીની પર એસિડ ફેકે છે. ત્યારબાદ બંને બાઈક પર ફરાર થઈ જાય છે.

આ ઘટના બનતા જ વિદ્યાર્થીની તડપતી તડપતી રોડ ઉપર દોડવા લાગે છે.  સમગ્ર ઘટનાને લઈને દીકરીને આ પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હાલમાં દીકરીની હાલત ગંભીર છે. દીકરીના પિતાએ જણાવ્યું કે મારી બંને દીકરીઓ એક સાથે ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા મારી દીકરીના મોઢા ઉપર એસિડ ફેંકવામાં આવ્યું હતું.

હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આરોપીને શું સજા થવી જોઈએ તે પણ કોમેન્ટ બોક્ષમાં જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*