હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 17 વર્ષની છોકરીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ ચંચલ યાદવ હતું. ચંચલે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.
આ ઘટના બની ત્યારે દીકરીના માતા પિતા ઘરની બહાર હતા. આ તકનો લાભ ઉઠાવીને દીકરીએ ઘરમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ચંચલે ધોરણ 8 પાસ કર્યા અને એક વર્ષ બાદ ભણવાનું મૂકી દીધું હતું. થોડાક મહિના પહેલા તેના જમણા પગમાં ફેક્ચર થયું હતું, જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, હું દરરોજની જેમ વહેલી સવારે કામ માટે ઘરેથી નીકળી ગયો હતો. મારી પત્ની પણ કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન ચંચલ ઘરે એકલી હતી. થોડીક વાર બાદ મારી પત્ની જ્યારે ઘરે આવી ત્યારે તેને રૂમમાં દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.
જાણવા મળી રહ્યું છે કે ચંચલે ધોરણ આઠ પાસ કર્યાના એક વર્ષ બાદ ભણવાનું મૂકી દીધું હતું. થોડાક મહિના પહેલા તેના જમણા પગમાં ફેક્ચર આવ્યું હતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી. ઘટનાના દિવસે દીકરી ચંચલના પિતા દરરોજની જેમ સવારે કામ માટે બહાર નીકળી ગયા હતા. દીકરીની માતા પણ કોઈક કામ માટે ઘરની બહાર નીકળી હતી.
આ દરમિયાન દીકરી ચંચલ ઘરે એકલી હતી. થોડીક વાર બાદ દીકરીની માતા જ્યારે ઘરે આવે છે. ત્યારે માતાએ પોતાની દીકરીના મૃતદેહને પંખા સાથે લટકતી હાલતમાં જોયું હતું. પછી તેને આ ઘટનાની જાણ પોતાના પતિ અને પડોશીઓને કરી હતી. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દીકરીના મૃતદેહને નીચે ઉતાર્યું હતું અને તેના રૂમની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. ત્યારબાદ પોલીસે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. દીકરી આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment