સુરતમાં 17 વર્ષના કિશોરે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

સુરતમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના સચિન જીઆઇડીસી માં એક 17 વર્ષના કિશોરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલો યુવક મૂળ યુપીનો રહેવાસી હતો. તેનું નામ વિનોદ અખિલેશ બિંદ હતું અને તે ભાડાની રૂમમાં પોતાના વતનવાસીઓ સાથે રહેતો હતો.

મૃતકની ફાઈલ તસવીર.

મૃત્યુ પામેલા યુવકના પિતા અને નાનો ભાઈ નાસ્તાની લારી ચલાવે છે. જ્યારે વિનોદ રેડી ફેશન કંપનીમાં મશીન ચલાવવાનું કામ કરતો હતો. જાણવા મળી રહ્યો છે કે વિનોદ છેલ્લા બે દિવસથી કામ પર જતો ન હતો. ગઈકાલે સાંજના સમયે તે પોતાની રૂમમાં એકલો હતો. ત્યારે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ વિનોદના સાથી મિત્રોને થતા જ તેમને ઘટનાની જાણ વિનોદના પિતાને કરી હતી. ત્યાર પછી તો વિનોદને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે વિનોદને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ વિનોદના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો તો પોસ્ટ મોટો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના વતન મોકલી દેવામાં આવશે.

આ ઉપરાંત સુરતમાં વધુ એક સુસાઇડનો બનાવ બન્યો છે. આ ઘટનામાં પાંડેસરા વિસ્તારમાં એક 26 વર્ષની યુવતીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવતી છેલ્લા પાંચ વર્ષથી બીમારીથી પીડિત હતી. જેના કારણે તે માનસિક તણાવવામાં આવી ગઈ હતી. જેથી તેને સુસાઇડ કરી લીધું છે તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*