બુધવારના બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. ઉજ્જૈનમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાના કારણે 17 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી. આ ઘટનામાં 17 વર્ષીય તનવીર નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. તનવીર તેના ચાર મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો.
તનવીરને તરતા આવડતું હતું, પરંતુ તનવીર ખૂબ જ ઉત્સાહથી પાણીમાં છલાંગ લગાવે છે. સલામ લગાવ્યા બાદ તનવીર પાણીમાંથી બહાર આવતો જ નથી. તનવીરના મિત્રો અને એવું લાગતું હોય છે કે તનવીર મજાક કરી રહ્યો છે. પરંતુ ઘણો લાંબો સમય થયો છતાં પણ તનવીર બહાર ના આવ્યો તેથી મિત્રોએ ડાઇવરની મદદથી તનવીરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે તનવીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તનવીરના મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મીડિયા કર્મીઓ સ્વિમિંગ પુલ પર પહોંચી ગયા હતા. પરંતુ તે પહેલા તો કોર્પોરેશનના કર્મચારીઓએ સ્વિમિંગ પુલમાં તાળું મારી દીધું હતું. પોલીસે અંદર જવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ એક સ્વિમિંગ પુલ નો દરવાજો ખોલ્યો જ નહીં.
તનવીર ના પરિવારજનોએ અને મિત્રોએ કોર્પોરેશનની બેદરકારીના કારણે તનવીરનો જીવ ગયો છે તેવા આક્ષેપો કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તનવીર ના કાકાનું કહેવું છે કે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ પણ અમને બતાવવામાં આવ્યા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment