ભાવનગરમાં મિત્રો સાથે નહાવા ગયેલો 17 વર્ષનો યુવક તળાવમાં ડૂબી ગયો, દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:31 am, Fri, 29 April 22

ભાવનગરમાં બનેલી દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ભાવનગરના કોબડી ગામે તળાવમાં ડૂબી જતા 17 વર્ષના એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર કોબડી ગામના તળાવમાં મિત્રો સાથે નહાવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ ભાવનગરના મામસા ગામે રહેતો 17 વર્ષનો પ્રવીણ નામનો યુવક પોતાના મિત્રો સાથે કોબડી ગામે તળાવમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન પ્રવીણ તળાવમાં ડૂબી ગયો હતો. ત્યાર બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

બુધવારના રોજ રાત્રે પરિવારજનોને ખ્યાલ આવ્યો કે પ્રવીણ તળાવમાં નહાવા ગયો હતો. ભારે શોધખોળ બાદ ગુરૂવારના રોજ સવારે ફાયર વિભાગની ટીમને તળાવમાંથી પ્રવીણ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. મળતી માહિતી મુજબ પ્રવીણના પિતા ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ પ્રવીણ પોતાના મિત્રો સાથે નહાવા ગયો હતો. પરંતુ સાંજ સુધી પ્રવીણ પાછો ન આવ્યો તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ત્યારબાદ પરિવારજનોને ખ્યાલ આવ્યો કે પ્રવીણ તો પોતાના મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો છે. ત્યાર બાદ પરિવારજનોએ ફાયર વિભાગની ટીમ ની મદદથી ગુરૂવારના રોજ સવારે તળાવમાં શોધખોળ કરી હતી. આ દરમિયાન પ્રવીણ મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પ્રવીણના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. જવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા ભાંગી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં મિત્રો સાથે નહાવા ગયેલો 17 વર્ષનો યુવક તળાવમાં ડૂબી ગયો, દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*