અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તમે ઘણા એવા અકસ્માતના બનાવો સાંભળી હશે તેમાં એક જ ક્ષણમાં આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે કોટા શહેરમાં અનંતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોલોનીમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટનામાં 16 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ મંજુ ગુર્જર હતું. મંજુ પોતાની બહેનપણીઓ સાથે એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. આ દરમિયાન એક પીકઅપ ચાલકે મંજુને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં મંજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે મંજુને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મંજુ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. મંજુ પોતાની ત્રણ થી ચાર બહેનપણીઓ સાથે લગ્નમાં જમવા માટે ગઈ હતી. ત્યારે એને રસ્તામાં અકસ્માત નડયો હતો.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંજુ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો મંજુ પોતાના ચાર ભાઇ-બહેનોમાં બીજા નંબરે આવતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment