દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી જીવ ટૂંકાવાની ઘટના ખૂબ જ વધી ગઈ છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે દેશમાં સુસાઇડની ઘટના એક સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ શાળાના ચોથા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ શાળામાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. તેના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે દીકરીના પિતાની ફરિયાદના આધારે શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના જયપુરની અંદર બની હતી.
મૃત્યુ પામેલી દીકરીનું નામ રાધિકા મીના હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. રાધિકા બીટલેસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી આવી. દીકરી ના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 15 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ રાધિકાને ઇજા પહોંચી છે તેવો ફોન શાળામાંથી આવ્યો હતો. શાળાના લોકો તેને સારવાર માટે અખીલા હોસ્પિટલ લઈ ગયા છે તેવું કહેવામાં આવ્યું હતું.
આ વાતની માહિતી મળતા જ દીકરી ના પિતા 10:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે જાણવા મળ્યું કે રાધિકાના માથામાં ટાંકા આવ્યા હતા. તેના પગ પર પ્લાસ્ટર બાંધેલું હતું અને તેની તબિયત સારી ન હતી. પછી ત્યાંથી વધુ સારવાર માટે તેને એસએમએસ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
17 ફેબ્રુઆરીના રોજ એક મીટીંગ થઈ હતી જેમાં શાળાના બાળકો અને કેટલાક શિક્ષકોએ ખુલાસો કર્યો કે, રાધિકાને શાળાના પ્રિન્સિપલ, વોઈસ પ્રિન્સિપલ, પીટીઆઈ ટીચર અને ક્લાસ ટીચર અને અન્ય શિક્ષકો ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. આટલું જ નહીં પરંતુ રાધિકા ને ધમકી આપતા અને તેને ન કહેવાના શબ્દો કહેતા હતા. વધુમાં કહેતા હતા કે તને પરીક્ષામાં નાપાસ કરશું. ત્યાંથી કંટાળીને રાધિકાએ શાળાના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર રાધિકાના પિતાએ જણાવ્યું કે દીકરીની સ્ત્રીઓનું વિસર્જન કરીને તેઓ તેની શાળાએ પહોંચ્યા હતા. શાળાના સ્ટાફ સાથે તેઓએ વાતચીત કરવાનું પ્રયાસ કર્યો પરંતુ તે લોકોએ વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને શાળાના સીસીટીવી ફૂટેજ બતાવવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment