હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 16 વર્ષના કિશોર સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ઘરેથી ગયા વગર 16 વર્ષનો કિશોર તેના મિત્રો સાથે એક કુંડમાં ન્હાવા માટે ગયો હતો. અહીં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.
આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે બની હતી. મૃત્યુ પામેલા 16 વર્ષના કિશોર નું નામ હર્ષ હતું અને તેના પિતા એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન છે. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. ગઈકાલે બપોરે પોલીસને એક વિદ્યાર્થી કુંડમાં ડૂબી ગયો છે, તેવી માહિતી મળી હતી.
આ ઘટના બની ત્યારે હર્ષના બે મિત્રો પણ ત્યાં હાજર હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા હર્ષના મૃતદેહને બહાર કાઢ્યું હતું અને પછી આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. હર્ષ અચાનક જ પાણીમાં કેવી રીતે ડૂબી ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
માત્ર 16 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બહાર ફરવા જવા માટે હર્ષ અને તેના મિત્રોએ ઇન્ટરનેટ પર લોકેશન સર્ચ કરી હતી. ત્યાર પછી હર્ષ ઘરે ગયા વગર પોતાના મિત્રો સાથે બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન કુંડમાં ડૂબી જવાના કારણે હર્ષનું મોત થઈ ગયું હતું.
મૃત્યુ પામેલો હર્ષ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. હાલમાં તો પોલીસે હર્ષના મિત્રોની પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હર્ષ પોતાના મિત્રો સાથે ચાર પાંચ દિવસ પહેલા પણ અહીં પરિવારજનોને કહ્યા વગર આવ્યો હતો. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment