ગુજરાતમાં અનેક ચમત્કારી દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. ત્યારે આજે આપણે ભાવનગર શહેરના કાળિયા બીટ વિસ્તારમાં આવેલ 150 વર્ષ જુના મેલડી માતાજીના ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. મિત્રો આ મંદિરમાં શ્રદ્ધાળુ માતાજીને સુખડી અને લાપસી નો પ્રસાદ ધરાવે છે.
મેલડી માતાજીની નજીક સિકોતર માં અને ખોડીયારમાંનુ પણ મંદિર છે. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં મંદિરમાં આવેલા ભીમડીયા દાદાની ગોળની માનતા માનવામાં આવે તો ચામડીના રોગ દૂર થઈ જાય છે.
અહીં મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
તમને જણાવી દઈએ કે રવિવાર અને મંગળવારના દિવસે માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને અહીં આવીને લોકો પોતાની માનતા પૂર્ણ કરે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ અહીં શ્રદ્ધાળુઓ માનતા માને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment