ઉતરાયણ હવે ચાર દિવસ બાકી છે તે પહેલા ગુજરાતમાં પતંગની દોરીના કારણે બે લોકોના જીવ ચાલ્યા ગયા છે. ત્યારે ઇડર તાલુકાના મુટેડી ગામમાં પતંગ પકડવા જતો એક 15 વર્ષીય કિશોર કુવાની અંદર હતો. પરંતુ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા તો તેનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર ઈડર તાલુકાના મૂટેડી ગામમાં રહેતા આયુષ કલ્પેશભાઈ સુતરીયા નામનો 15 વર્ષ નો બાળક ગઇકાલે પતંગો પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તે કૂવામાં પડી ગયો હતો. આયુષ કૂવામાં પડતાં જ ગામના લોકોને જાણ થઈ ગઈ હતી.
તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને ઈમરજન્સી સેવ 108 ની કરી દીધી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને આયુષ ની કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
પરંતુ કૂવામાં પાણી પી જતાં તેને સારવાર માટે 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઇડર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે આયુષને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બનતા જ આયુષના માતા પિતા અને ગામના લોકોમાં શોખ નું વાતાવરણ છવાઈ ગયું હતું. ભરૂચમાં પણ ગળામાં દોરી આવી જતા એક મહિલાનું મૃત્યુ થયું હતું.
એટલા જ માટે ઉતરાયણ આવે તે પહેલા રોડ રસ્તા પર જતી વખતે જરૂરી ધ્યાન રાખીને બાઈક ચલાવી જોઈએ. અને ખાસ કરીને માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આ પ્રકારની કોઈ બીજી ઘટના ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment