હાલમાં બનેલી એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને કચડી નાખ્યો હતો. સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારની ટક્કરના કારણે વિદ્યાર્થી જમીન પર પડી ગયું હતું અને પછી કાર ચાલકે તેના શરીર ઉપરથી કાર ચલાવી દીધી હતી.
એટલું જ નહીં પરંતુ કાર ચાલક વિદ્યાર્થીને લગભગ 20 ફૂટ સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આજુબાજુના લોકો ત્યાં પહોંચે તે પહેલા તો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 10 માર્ચના રોજ બની હતી.
પરંતુ આજ રોજ એટલે કે બુધવારના દિવસે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વિડીયોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના ગાઝિયાબાદમાંથી સામે આવી રહી છે. આ ઘટનાનો ભોગ બનેલા બાળકનું નામ સાકીબ છે અને તેની ઉંમર 15 વર્ષની છે.
સાકીબ આઝાદ શાળામાં ધોરણ નવ માં અભ્યાસ કરે છે. 10 માર્ચના રોજ તે પોતાના કાકાને ટિફિન આપવા માટે જતો હતો. આ દરમિયાન તે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક સ્વિફ્ટ કારે તેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સાકીબ જમીન ઉપર ઢળી પડ્યો હતો.
તે કાંઈ સમજે તે પહેલા તો કાર ચાલકે તેના શરીર ઉપર કાર ચડાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ભેગા થયેલા લોકો સાબકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
#गाजियाबाद में रोड क्रॉस कर रहे छात्र पर कार चढ़ाई, 20 फीट तक घसीटा#Ghaziabad @ghaziabadpolice @Uppolice pic.twitter.com/uuEgWUOAZP
— city andolan (@city_andolan) March 15, 2023
હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર ચાલ્યા બાદ મંગળવારના રોજ તેને રજા આપવામાં આવી હતી. રસ્તા ઉપર ઘસડાવવાના કારણે સાકીબના શરીરના ઘણા ભાગ ઉપર ઇજા પહોંચી છે. આજરોજ પરિવારના લોકોએ કારચાલક વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વીડિયોના આધારે કારચાલકની ઓળખ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment