ચાલીને ઘરે જતા 15 વર્ષના બાળકને રખડતા ઢોરે ચુંદી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રૂંવાડા બેઠા થઈ જશે…

Published on: 6:42 pm, Tue, 14 March 23

દેશભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરે ઘણાં નિર્દોષ લોકોને અડફેટેમાં લીધા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રખડતા ઢોરે રસ્તા પર ઉભેલા એક યુવકને અડફેટેમાં લીધો હતો. ત્યાર પછી તો કંઈક એવું થયું કે વિડિયો જોઈને તમારું પણ કાળજુ કંપની ઉઠશે.

આ ઘટનામાં રખડતા ઢોરે સૌપ્રથમ શિંગડાથી ઉપાડીને યુવકને જમીન પર પછાડ્યો હતો. ત્યાર પછી પગ વડે યુવકને ખુંદવાનું શરૂ કરી નાખ્યું હતું. પરંતુ યુવક ગમે તેમ કરીને યોગ્ય સમયે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી તો રખડતા ઢોરે અડધા ડઝન વાહનોને અને ઘણા લોકો ઉપર પ્રહાર કરવાના પ્રયાસો કર્યા હતા.

મળતી માહિતી અનુસાર રખડતા ઢોરે લગભગ 40 મિનિટ સુધી રસ્તા ઉપર હોબાળો મચાવ્યો હતો. આ ઘટના રવિવારના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ ગ્વાલિયર માંથી સામે આવી રહ્યા છે.

આ ઘટનાનો ભોગ બનેલા વિદ્યાર્થીનું નામ ઋષિ પ્રજાપતિ છે અને તેની ઉંમર 15 વર્ષની છે. રવિવારના રોજ રાત્રિના સમયે ઋષિ રામમંદિર ચારરસ્તા પર બજારથી ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા રખડતા ઢોરે ઋષિને શિંગડું ભરાવીને રોડ પર પછાડ્યો હતો. ત્યાર પછી રખડતા ઢોરે પગ વડે ઋષિને ખુદી નાખ્યો હતો.

થોડીકવાર બાદ ઋષિ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર પછી રખડતા ઢોરે છ થી સાત જેટલા વાહનોને અડફેટેમાં લીધા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ મહાનગરપાલિકાને કરી હતી. પછી લગભગ એક કલાક પછી કોર્પોરેટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ રખડતા ઢોરને પોતાની સાથે લઈ ગયા હતા.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને હવે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પહેલા પણ સો વખત વિચારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલીને ઘરે જતા 15 વર્ષના બાળકને રખડતા ઢોરે ચુંદી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રૂંવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*