રાજકોટમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. થોડાક દિવસો પહેલા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ પેપર નબળું જતા પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે હાલમાં એક 14 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બની ત્યારે બાજુ માતમ છવાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની પ્રિયદર્શની સોસાયટીમાં રહેતી 14 વર્ષની જાનવી પ્રકાશભાઈ ગોહિલ નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર જાનવી પોતાના એક ભાઈથી મોટી અને માતા-પિતાની એકની એક લાડલી દીકરી હતી. જાનવી મવડીના જયકિશન સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે બપોરે સ્કૂલે જવાનું હતું. ત્યારે જાનવી યુનિફોર્મ પહેરવા માટે ઉપરની રૂમમાં ગઈ હતી. ઘણો લાંબો સમય થઈ ગયો પરંતુ જાનવી નીચે ન આવી.
ત્યારબાદ જાનવી ના મમ્મી ઉપરની રૂમમાં ગયા ત્યારે જાનવી લટકતી હાલતમાં જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. તમામ લોકોએ ભેગા મળીને જાનવીને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે જાનવીને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર જાનવી એ રૂમમાં પંખામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જાનવી અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment