ધોરણ 10 માં ભણતા માત્ર 14 વર્ષના વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું… જાણો દીકરા ઉપર આ ઉંમરે એવી તો શું આફત આવી પડી હશે…

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગરના દહેગામ શહેરમાંથી સામે આવી છે. દહેગામ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા 14 વર્ષીય કિશોરના માતા-પિતા અને બહેન બજારમાં ગયા હતા.

ત્યારે કિશોરે તેના ઘરના ઉપરના માળે જઈને ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના માતા-પિતાનો આક્ષેપ છે કે, સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીને સતત ટોચર કરતા હતા. હાલ દહેગામ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

દહેગામ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતો અને શહેરની ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ચાલુ વર્ષે ધોરણ 10 માં અભ્યાસ કરતા કેયુર ઉર્ફે કુશ પ્રવિણકુમાર અંબાડીયા ના માતા પિતા અને બહેન ગઈકાલ સાંજે બજારમાં શાકભાજી લેવા માટે બહાર ગયા હતા. તે સમયે કેયુર ઘરના ઉપરના માળે જઈને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

બજારમાંથી જ્યારે માતા પિતા અને બહેન ઘરે આવ્યા ત્યારે કેયુરને ઘરમાં નહીં જોતા તેમને ઉપરના માળે તપાસ કરી ત્યારે ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે ચડતા સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. જ્યારે આ સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ થઈ ત્યારે તેઓ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે મૃતક ના પિતા પ્રવીણભાઈ અંબાડીયા અને માતા જયાબેન અંબાડિયા સાથે વાત કરી હતી. વાત કરતા માતા-પિતાએ કહ્યું કે શાળાના નિકુંજભાઈ નામના શિક્ષક અભ્યાસમાં થોડો નબળો હોવાથી સતત ટોચર કરતા હતા. કેયુર અભ્યાસમાં થોડો નબળો હોવાથી શિક્ષક વારંવાર તેને અપશબ્દો બોલતા હતા અને ટોર્ચરિંગ કરતા અન્ય વિદ્યાર્થીઓ પણ કેયુરની વારંવાર મજાક ઉડાવીને માનસિક ત્રાસ આપતા હતા.

આવો આક્ષેપ મૃતક કેયુર ના માતા પિતા દ્વારા લગાવવામાં આવ્યો છે, આ હેરાનગતિને પગલે માતા-પિતા તે શિક્ષકને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના વર્તનથી દીકરો ડિપ્રેશનમાં સરી રહ્યો છે, જેના કારણે દીકરાએ આ પગલું ભર્યું છે. પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*