14 વર્ષના દીકરાએ ઊંઘમાં સુઈ રહેલી સગી માતાનું પથ્થરથી માથું છુંદી નાખ્યું, પછી દીકરાએ એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 12:18 pm, Wed, 25 January 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 14 વર્ષના દીકરાએ પોતાની માતા સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં આવેલા ફુલ્લનપુર ગામમાં સુરેન્દ્રસિંહ નામના આર્મી જવાનો પરિવાર રહે છે. સુરેન્દ્રસિંહ રાજસ્થાનમાં પોસ્ટેડ છે.

એટલે ગામમાં આવેલા તેમના મકાનમાં ત્રણ લોકો રહેતા હતા. જેમાં સુરેન્દ્રસિંહની પત્ની સરિતા, ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરી ખુશી અને ધોરણ પાંચમાં ભણતો દીકરો રહે છે. 19 જાન્યુઆરી એટલે કે ગત ગુરૂવારના રોજ ખુશી ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે ગઈ હતી. બપોરના સમયે ખુશી પરીક્ષા આપીને ઘરે પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ખુશીએ જ્યારે પોતાના ઘરમાં પગ મૂક્યો અને અંદર એવા દ્રશ્યો જોયા કે જોઈને હેબતાઈ ગઈ હતી.

ઘરમાં ખુશીને પોતાની માતાનું મૃતદેહ પડેલું જોવા મળ્યું હતું. જે જોઈને ખુશીએ બૂમાબૂબ કરી હતી અને ઘરની બહાર નીકળી ગઈ હતી. દીકરીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ આવીને ખુશીને પૂછ્યું કે શું થયું પરંતુ ખુશી બોલવાની સ્થિતિમાં ન હતી. તેને પોતાના ઘર તરફ ઈશારો કર્યો હતો. પછી આસપાસના લોકો ઘરની અંદર ગયા હતા અને ઘરની અંદરના દ્રશ્યો જોઈને તે લોકો પણ ચોકી ઉઠ્યા હતા

ઘટનાની જાણ થતા જ 15 મિનિટમાં આખું ગામ ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. થોડીક વાર પછી મૃત્યુ પામેલી મહિલાનો દીકરો પણ ઘરે દોડી આવ્યો હતો. ઘરે આવીને દીકરો આ બધું પહેલી વાર જોતો હોય તેઓ ઠોંગ કરવા લાગ્યો હતો. કોઈને શંકા ન જાય એટલા માટે જોર જોરથી રડવા લાગ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

બાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી મહિલા સરિતાના મૃતદેહ પાસેથી જુના સમયમાં મસાલા વાટવાનો પથ્થર મળી આવ્યો હતો. આ પથ્થરથી મહિલાનો જીવ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ આર્મી જવા અને સુરેન્દ્ર સિંહને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા તેઓ તાત્કાલિક પોતાના ગામ આવવા માટે રવાના થઈ ગયા હતા.

પોલીસે મૃતક મહિલાની ઘરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. કલાકો સુધી પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાયું નહીં. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને એક અલગ દિશામાં જ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાની દીકરીની પૂછપરછ કરી અને તેણે સ્કૂલેથી આવીને શું જોયું તેના વિશે વિગતવાર માહિતી મેળવવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના દીકરાનો પૂછપરછ નો વારો આવ્યો હતો.

પોલીસે જ્યારે મૃત્યુ પામેલી મહિલાના દીકરાને સવાલ કર્યો કે, બેટા આ ઘટના બની ત્યારે બપોરે શું થયું હતું? ત્યારે અચાનક જ દીકરો રડવા લાગ્યો અને રડતા રડતા જવાબ આપ્યો કે “સાહેબ મેં જ મારી માતા નો જીવ લીધો છે.” દીકરાની આ વાત સાંભળીને પોલીસ જવાનો ચોકી ઉઠ્યા હતા. દીકરાએ કહ્યું કે મારી માતા મને રમવા અને ભણવાની બાબતમાં ખૂબ જ ટોકતી હતી. મને મારી માતા ઉપર ઘણી વખત ખૂબ જ ગુસ્સો આવતો પરંતુ હું કાંઈ કરી શકતો ન હતો.

ગુરૂવારના રોજ હોમવર્ક ન કરવાના મુદ્દે મારી માતાએ મારા ઉપર ગુસ્સો કર્યો હતો અને મારી ધુલાઈ પણ કરી હતી. ત્યારબાદ હું અમારા ઘરની એક રૂમમાં ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મારી માતા બીજા રૂમમાં સૂતી હતી. હું ખૂબ જ ગુસ્સામાં હતો તેથી હું થોડીક વાર બાદ રૂમની બહાર એક પથ્થર લઈને આવ્યો. પછી ઊંઘમાં સુઈ રહેલી મારી માતાના માથા ઉપર પથ્થર વડે પ્રહાર કર્યા હતા. મને ડર હતો કે મારી બહેન સ્કૂલેથી આવશે તો હું પકડાઈ જઈશ એટલે હું આ બધું મૂકીને ગામમાં રમવા માટે જતો રહ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની થાળ પકડ કરી છે અને આગામી સમયમાં તેને અદાલતમાં રજૂ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "14 વર્ષના દીકરાએ ઊંઘમાં સુઈ રહેલી સગી માતાનું પથ્થરથી માથું છુંદી નાખ્યું, પછી દીકરાએ એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*