હાલમાં રાજસ્થાનના કોટામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રમતા રમતા 14 વર્ષની બાળકી સાથે કંઈક એવું બન્યું કે બાળકીનું તડપી તડપીને મોત થયું છે. આ હચમચાવી દેતી ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે જ્યારે 14 વર્ષની બાળકી રમતી હતી ત્યારે તે ફાંદામાં ફસાઈ ગઈ હતી અને તેનું ગૂંગળામણના કારણે મોત થયું હતું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બાળકીના ગળામાં ફાંદો ફસાયા બાદ તે એક મિનિટ સુધી રડતી જોવા મળી હતી. આ ઘટના બનતા જ બાળકીના પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા છે. પરિવારના સભ્યોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પણ ના પાડી દીધી છે.
બળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી 14 વર્ષની બાળકીનું નામ દીપિકા છે અને તે ધોરણ છ માં અભ્યાસ કરતી હતી. દીપિકા ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી.
મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોએ દૂધ, શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ લેવા નીચે ન જવું પડે તે માટે પહેલા માળની રેલીંગ પર દોરડું બાંધ્યું હતું અને આ દોરડું નીચે જાય છે. દીપિકા રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેના કુતરા સાથે ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો અંદર હતા.
ઘરની બહાર પોતાના કુતરા સાથે રમતી 14 વર્ષની બાળકીને એવો દર્દનાક મોત મળ્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો… pic.twitter.com/ZvTFLn4zWU
— GUJJU ROCKZ (@gujju_rockz) July 15, 2023
રમતી વખતે દીપિકાએ રેલિંગ પર બાંધેલું દોરડું પોતાના ગળામાં નાખ્યું હતું. ત્યારે અચાનક જ દીપિકાએ ગળામાં બાંધેલું દોરડું ટાઈટ થઈ ગયું હતું. જેના કારણે દીપિકાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને તેનું તડપી તડપીને મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment