થોડાક દિવસો પહેલા એક દુઃખદાયક ઘટના બની હતી. આ ઘટના દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણી વખત સાવ નાનકડી એવી ભૂલના કારણે બાળકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
આ ઘટનામાં એક 14 વર્ષની છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનું કારણ જાણીને બીજીવાર તમે પણ સાવધાની રાખજો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના પોંડીચેરીના કરાઈકાલમાં બની હતી.. અહીં એક 14 વર્ષની છોકરીને જનરલ ડિસ્ટોનિયા નામના ડીસ ઓર્ડરનો શિકાર આ છોકરીએ ચોકલેટ કેક સમજીને કંઈક એવી વસ્તુ ખાધી કે સાંભળીને તમે પણ હચમચી જશો.
છોકરીએ ચોકલેટ કે એક સમજીને ભૂલમાંથી ઉંદર મારવાની ઝેરી દવા ખાઈ લીધી હતી. જેના કારણે તેનું તડપી તડપીને કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલી છોકરીનું નામ આર સાલોદ નિતિક્ષિ હતું. નિતિક્ષિ પોંડીચેરીના કરાઇકલના કોટ્ટચેરીમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર નિતિક્ષિએ બે વર્ષ પહેલા પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.
જ્યારે ખબર પડી હતી કે તે જનરલ ડિસ્ટ્રોનિયા નામની બીમારીથી પીડીત છે. તેના કારણે તેને સ્કૂલ જવાનું છોડી દીધું હતું. મળતી માહિતી અનુસાર દીકરીએ ચોકલેટ કેક સમજીને તેના જ જેવી દેખાતી ઉંદર મારવાની ઝેરી દવા ખાઈ લીધી હતી. આ ઘટના બનતા જ તેની તબિયત લથડી હતી. એટલે પરિવારના લોકો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલ ની અંદર દીકરીને આઈસીઓમાં દાખલ કરવામાં આવી હતી અને તેને બચાવવા માટે ડોક્ટરે ઘણી બધી મહેનત કરી પરંતુ દીકરી બચી નહીં. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને 174 અંતર્ગત કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રો તમે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખશો કે, બજારમાં ઉંદર, વાંદા અને ગરોળી જેવા જીવજંતુઓને મારવા માટેની કેટલીક દવાઓ કેકના આકારની મળતી હોય છે.
જો તમે આવી દવાઓ ખરીદો છો. તો તે દવાને ખૂબ જ સંભાળીને રાખજો. કારણકે આવી ઘટના તમારા બાળકો સાથે પણ બની શકે છે. ઘણી વખત કેકના આકારની દેખાતી દવાઓ બાળકો કેક સમજીને ખાઈ જતા હોય છે. પરંતુ પછી તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. દરેક માતા પિતાએ આ વસ્તુની કાળજી લેવાની ખૂબ જ જરૂર છે અને ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment