સુરતની 14 વર્ષની બાળકીએ અંગ્રેજી ની પરીક્ષા ન આપવા માટે કર્યું એવું કે, ઘટના જાણીને તમે પણ દંગ થઇ જશે

Published on: 10:16 am, Thu, 2 September 21

આજકાલ તો અમુક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેવું આપણે તો જીવનમાં વિચાર્યું પણ નહીં હોય. ત્યારે સુરત થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ પાલ રોડના હંસ રેસીડેન્સી નજીકથી એક છોકરીને રિક્ષાચાલકે ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનો ઓડિયો સામે આવ્યો હતો.

આ ઓડિયો ના કારણે પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ દ્વારા મોડી કલાકોમાં જ છોકરી ને શોધી કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે છોકરીને અંગ્રેજી ની પરીક્ષા ન આપવી હતી તેના કારણે છોકરીએ આ પ્રકારનું નાટક રચ્યું હતું.

અને પોતાને ઉઠાવી ગયા છે તેઓ ઓડિયો ક્લિપ વાયરલ કર્યો હતો. મળતી માહિતી મુજબ અડાજણ પાલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની છોકરી ઘરેથી 11 વાગ્યાની આસપાસ સ્ટેશનરી એ જવા નીકળી હતી ત્યાર બાદ તે પરત ફરી ન હતી.

તેનો એક ઓડિયો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને છોકરીનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયું હતું. પોલીસ દ્વારા પણ છોકરીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 વર્ષની છોકરીને સ્વામિનારાયણ મંદિર પાસેથી શોધી કાઢવામાં આવી હતી અને તેને અડાજણ પોલીસને સોંપી દીધી હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના પાછળ છોકરી ને અંગ્રેજી ની પરીક્ષા ન આપવી પડે તે માટે તેણે આવું કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છોકરી ના મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને તેને શોધવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતની 14 વર્ષની બાળકીએ અંગ્રેજી ની પરીક્ષા ન આપવા માટે કર્યું એવું કે, ઘટના જાણીને તમે પણ દંગ થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*