ખેતરથી ઘરે જઈ રહેલા 14 વર્ષના બાળક પર વીજળીનો થાંભલો પડ્યો, બાળકનું કરંટ લાગવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી છે. એક 14 વર્ષના બાળક ઉપર વીજળીનો થાંભલો પડ્યો હતો. આ ઘટના બન્યા બાદ કરંટ ફેલાઇ ગયો હતો. આ કારણોસર બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોનો આક્ષેપ છે કે, ત્રણ દિવસ પહેલા અહીં જોરદાર વાવાઝોડા અને વરસાદના કારણે વીજળીના થાંભલા થઈ ગયા હતા. જેના કારણે આ ઘટના બની છે.  આ ઘટના ભરતપુરના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. અહીં 14 વર્ષીય વિષ્ણુ નામનો બાળક પોતાના પિતાને ખાવાનું આપવા માટે ખેતરમાં ગયો હતો.

ખેતરમાંથી તે લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ગામની બહાર આવેલો વીજળીનો થાંભલો વિષ્ણુ પર પડ્યો હતો. આ કારણોસર વિષ્ણુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બન્યા બાદ થાંભલા પર લગાવેલા ઈલેક્ટ્રીક વાયર માં કરંટ ચાલુ હતો. જેના કારણે થાંભલામાં કરંટ ફેલાઇ ગયો હતો અને આ કારણોસર વિષ્ણુને જબરદસ્ત કરંટ લાગ્યો હતો.

તેથી તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. ત્યાંથી નીકળતા ગામના લોકોએ આ ઘટનાની જાણ વિષ્ણુના પરિવારજનોને કરી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોએ ડિસ્કોમના અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. વિષ્ણુના મૃત્યુના કારણે તેના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. વિષ્ણુ ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.

સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોએ આરોપ લગાવ્યા હતા કે, વીજળીના થાંભલા ત્રાંસા થઈ જવાના કારણે ત્રણ દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડિસ્કોમના અધિકારીઓની બેદરકારીને કારણે આ ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*