સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માત્ર 13 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાથ મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા 13 વર્ષના બાળકનું જમીન ઉપર લાગેલી ફેન્સીંગ તારના કરણથી મોત થયું હતું.
દીકરાનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, 13 વર્ષનો બાળક ગણપત દાદાની આરતી થયા બાદ ભક્તોને આરતી આપી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ દુઃખદ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર મૂળ બિહારના વતની સંજય શ્રીરામહરીદે મહંતે નામના વ્યક્તિ હાલમાં સુરત શહેરના સચિન સુડા સેક્ટર-3માં પોતાની પત્ની અને બે દીકરાઓ સાથે રહે છે. જેમના એક દીકરાનું નામ સુરજ છે અને તેની ઉંમર 13 વર્ષની છે. જ્યારે બીજા દીકરાનું નામ ચંદન છે અને તેની ઉંમર 12 વર્ષની છે.
સંજયભાઈના ઘરની પાસે એક ખુલ્લી જગ્યામાં ગણેશ મહોત્સવ ઉજવાય રહ્યું હતું. જેથી રોજ સવારે અને સાંજે 13 વર્ષનો સુરજ બાપાની આરાધના કરવા માટે જતો હતો અને આરતીમાં ભાગ લેતો હતો. શનિવારના રોજ રાત્રિના સમયે સૂરજ ગણપત બાપાની આરતીમાં સમાવેશ થયો હતો.
આરતી પૂર્ણ થયા બાદ સુરત ત્યાં હાજર ભક્તોને આરતી આપી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ગ્રાઉન્ડ પર થયેલી ફેન્સીંગનો લોખંડનો તાર સુરજને અડી ગયો હતો. જેના કારણે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકો સુરજને સારવાર માટે લાજપર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે સૂરજની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને સચિન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment