હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક એપાર્ટમેન્ટના મંદિરમાં કંઈક એવું બન્યું કે 13 વર્ષના માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે એપારમેન્ટના મંદિરમાં 13 વર્ષના બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો.
ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મંગળવારના રોજ સવારે સારવાર દરમિયાન બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ બાળકના પરિવારજનો અને ફ્લેટમાં રહેતા લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના જબલપુર માંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઋષિત પટેલ નામનો 13 વર્ષનો બાળક એપાર્ટમેન્ટના કેમ્પસમાં સાયકલ ચલાવતો હતો. આ દરમિયાન તે કેમ્પસમાં બનાવેલા બગીચામાં પહોંચ્યો હતો. ત્યાર પછી પોતાના ચંપલ ઉતારીને બગીચામાં બનેલા મંદિરના પગથિયાં ચડવા લાગ્યો હતો. જ્યારે તે મંદિરની ગ્રીલને અડે છે ત્યારે તેને જોરદાર કરંટ લાગે છે અને તે દૂર જઈને પડે છે. ત્યા
રબાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં મંગળવારના રોજ સવારે ઋષિત નો સારવાર દરમિયાન મોત થયું હતું. ઋષિતના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના બન્યા બાદ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોએ કહ્યું હતું કે બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને સપા શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બગીચામાં વીજળીનું કનેક્શન છૂટી ગયું હતું. જેના કારણે મંદિરની ગ્રીલમાં કરંટ પ્રસરી ગયું હતું. આ દરમિયાન ઋષિતે મંદિરની ગ્રીલ પકડી હતી અને તેને જોરદાર કરંટ લાગ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિગતવાર કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment