આપણા ગુજરાતના દરેક ખૂણે એવા એવા પ્રતિભાશાળીઓ બેઠેલા છે કે તેઓ અવનવી પ્રવૃત્તિઓ કરીને અવનવા જ અખતરા કરતા હોય છે. એવું જ એક ઉદાહરણ પૂરું પાડતો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામનો માત્ર 12 ચોપડી ભણેલો યુવાન કે જેમની કોઠાસૂઝને સૌ કોઈ લોકોએ સન્માનિત કરવો જોઈએ તેવી વાત જાણે એમ છે કે 12 ચોપડી ભણેલા યુવાને પોતાની કોઠાસૂઝ થી વર્ષો જૂની ભંગારમાં પડેલી પેટ્રોલ બુલેટ માંથી 70 થી 75 કિલોમીટરની એવરેજ આપતું મોડીફાઇ કરેલું ડીઝલ બુલેટ બનાવ્યું.
કહેવાય છે કે પોતાની કોઠાસૂઝ પ્રમાણે કોઈપણ વસ્તુ બનાવીએ તે પણ એક પોતાની આવડત જ કહેવાય ત્યારે આ યુવાને ડીઝલ બુલેટ બનાવી હિમાલય પર જઈને બરફ વેચવા સુધીના દ્રઢ સંકલ્પ ધરાવતા આ બજાણા ગામનો માત્ર 12 ચોપડી ભણેલો ઇમરાન મલેક કે જેણે વર્ષો જૂના ભંગાર પેટ્રોલ બાઇક માંથી વેસ્ટ માંથી બેસ્ટ કરી અત્યાધુનિક ડીઝલ બુલેટ બનાવ્યું અને પોતાની સફળતા પ્રાપ્ત કરી.
મળતી માહિતી અનુસાર બજાણા ગામના આ ઇમરાન મલેકે પ્રોજેક્ટ પાછળ રોજના બે કલાક ફાળવી ત્રણથી ચાર મહિનામાં જ તેણે 70 થી 75 કિલોમીટરની એવરેજ આપે એવું ડીઝલ બુલેટ બનાવ્યું. વિસ્તારોમાં લોકોમાં બુલેટ ચલાવવાનો આવો ક્રેઝ હોય છે તેથી તેમણે પોતાની ઈચ્છા મુજબ ડીઝલ બુલેટ પણ દોડતું જોવા મળે એ રીતે બનાવ્યો.
આ બુલેટને કલર કામમાં ઈબ્રાહીમ ભાઈ અને ઓટો કેર સોફ્ટવેર માટે તેમના મિત્ર શ્રી જયેશ પંચાલ એ પણ તેમને મદદ કરી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે અત્યાર સુધીમાં બુલેટ માં જે પાર્ટ દેખાઈ રહ્યા છે એ બધા જુના પાર્ટને કલર અથવા બફિંગ કરીને ફીટ કરેલા છે અને તેમની ઈચ્છા મુજબ તેઓ રણમાં ટુરિસ્ટને ફેરવવા માટે ઈલેક્ટ્રિક જીપ્સી કરવાનું પણ વિચારી રહ્યા છે.
ત્યારે તેમની આવી અવનવા પ્રયોગોથી પોતાની આવડતને સૌ કોઈ સામે રજૂ કરી રહ્યા છે ત્યારે તેમણે વધુ એક ઈલેક્ટ્રીક જિપ્સી કરવાનું પણ વિચાર કર્યો છે જેનાથી રણમાં ફોટોગ્રાફરોને પક્ષીઓની વધુ નજીક જઈ શકાશે અને પ્રદૂષણ પણ શૂન્ય રહેશે. તેમણે આ બુલેટ માં જુના અને ભંગાર થઈ ગયેલા બુલેટ ના સામાન અને ઓનલાઇન અને અમદાવાદથી એસેસરીઝ લાવી અને મોડીફાઇ કરીને ડીઝલ એન્જિન ફિટ કર્યું હતું.
તેમને ત્રણથી ચાર મહિનાની મહેનત અંતે રંગ લાવી અને અત્યાધુનિક ડીઝલ બુલેટ તૈયાર કર્યો. જે જોઈને સૌ કોઈ લોકોને પણ નવાઈ લાગે છે અને તેમણે પણ પોતાની સફળતા પાછળ ખુશીનો ભાર નથી ત્યારે કહેવાય ને કે ગુજરાતમાં ખૂણે ખૂણે એવા એવા કલાકારો બેઠા છે કે પોતાની કોઠાસૂઝ વાપરીને પોતાની આવડત સૌ કોઈ સામે રજૂ કરતા હોય છે, જેનું જ એક ઉદાહરણ આ યુવકે પૂરું પાડ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment