આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુરુવારના રોજ બનેલી એક અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં શાળાએથી પરત ફરી રહેલા વિદ્યાર્થીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ કારણોસર વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું. માત્ર 12 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મૃત્યુ પામેલા બાળકનું નામ સૌરભ કુમાર હતું. સૌરભ શાળાએથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે એક કાર ચાલકે તેને કચડી નાખ્યો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બિહારના નાલંદામાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સૌરભ શાળાએથી અભ્યાસ કરીને ઘરે જતો હતો. ત્યારે એક કાર ચાલક તેને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડીએ આવ્યા હતા. ત્યારબાદ સૌરભને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે સૌરભની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારના સભ્યોએ રસ્તો બંધ કરી દીધો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને વળતરની ખાતરી અપાવીને મામલો શાંત પાડ્યો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં તો પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment