આણંદ : બોરસદમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં વાડીએ બોર ખાવા ગયેલા 12 વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે આખું પરિવાર દોડતો થઈ ગયું હતું. આ ઘટના બોરસદના કિંખલોડ રવિપુરા સીમા વિસ્તારમાં બુધવારના રોજ સાંજના સમયે બની હતી. ગામમાં રહેતો 12 વર્ષનો બાળક સાંજના સમયે સ્કૂલેથી છૂટ્યા બાદ બોર ખાવા માટે વાડીએ ગયો હતો.
વાડીમાં 12 વર્ષનો બાળક ઝટકા મશીનને અડી ગયો હતો. આ કારણોસર તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. વિગતવાર વાત કરીએ તો, અનિલ પ્રવીણભાઈ ઠાકોર નામનો 12 વર્ષનો બાળક રવિપુરા પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે.
બુધવારના રોજ સાંજના સમયે અનિલ શાળામાંથી છૂટ્યા બાદ પોતાના ઘરે ગયો હતો. ત્યારબાદ સેમ વિસ્તારમાં આવેલા ખેતરમાં તે બોર ખાવા માટે ગયો હતો. અહીં ઉભા પાકને બચાવવા માટે ખેતરના માલિકે ખેતરની ચારે બાજુ લોખંડના તારની વાડ બનાવી હતી અને તેમાં ડાયરેક્ટ કરંટ આપીને ઝટકા મશીન મૂક્યું હતું.
અનિલ જ્યારે વાડીમાં બોર ખાવા માટે જાય છે. ત્યારે તે તારના સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટના થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જોરદાર કરંટ લાગવાના કારણે અનિલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment