હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ઘરેથી ગુમ થયેલા 12 વર્ષના બાળકનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું છે કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મિત્રો ઘરેથી ગુમ થયેલા બાળકનું મૃતદેહ એક કોથળાની અંદરથી મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના અદાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાડા ગામની છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકનું નામ સમીર હતું અને તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી.
સમીર રવિવારના રોજ એટલે કે 23 ઓક્ટોબર ના રોજ રાત્રે ઘરેથી અચાનક ગાયક થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સમીરનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. તેથી આ ઘટનાની જાણ પરિવારના લોકોએ પોલીસને કરી હતી.
સોમવારના રોજ સવારે કેટલાક લોકોએ શિવનાથ નદી ની પાસે એક કોથળાની અંદર બાળકનું મૃતદેહ જોયું હતું. નજીક જઈને જોયું ત્યારે એ સમીરનું મૃતદેહ હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ ત્યાં હાજર લોકોએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ સમીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. 12 વર્ષના બાળકનો કેવી રીતે જીવ લેવામાં આવ્યો? શા માટે આ બધું થયું? બાળકનો જીવ કોને લીધો? આ બધા પ્રશ્નોના જવાબ ઉકેલવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા આરોપીઓએ બાળકનું અપહરણ કરીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેનું મૃતદેહ કોથળામાં નાખીને અહીં ફેંકી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બાળકના મૃતદેહની એવી કફોડી હાલત થઈ ગઈ હતી કે ત્યાં ઉભેલા તમામ લોકોના ટાટીયા ધ્રુજી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment