રશિયન કોરોના વેક્સિન ને લઈને આવ્યા મોટા પરિણામ,જાણો વિગતે

રશિયામાં બનાવાયેલી કોરોનાવાયરસ ની વેક્સિન નું પરીક્ષણ સફળ રહ્યું છે.રશિયાના સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી બાયોટેકનોલોજી ના વેક્ટર જણાવ્યા અનુસાર

કોરોનાવાયરસ ક્લિનિક ટ્ર્યાલસ માં ભાગ લેનારા તમામ સ્વયંસેવકો સ્વાસ્થ્ છે અને સારો અહેસાસ થઇ રહ્યો છે.

રશિયન સંગઠન એક નિવેદનમાં જણાવ્યું કે, પરીક્ષણમાં સામેલ તમામ લોકોને વેક્સિન લગાવાય છે.પ્રથમ તબક્કામાં 14 લોકોને વેક્સીન અપાઈ જ્યારે બીજા તબક્કામાં 43થી વધુ સ્વયંસેવકો વેક્સિન અપાઈ. આ ઉપરાંત પ્લેસેબ્રો કન્ટ્રોલ ગ્રુપના 43 સ્વયંસેવકોને વેક્સિન આપવામાં આવી.

100 સ્વયંસેવકો માંથી 6 લોકોને ઇન્જેક્શન વાળી જગ્યા પર મામૂલી દુખાવો થયો, જોકે અન્ય સેવકો માં કોઈ સમસ્યા સર્જાઈ ન હતી.

તાજેતરમાં જ રશિયાએ વિશ્વની સૌપ્રથમ કોરોના વેક્સિન રજીસ્ટર કરાવ્યા બાદ તેના મેડિકલ ટ્રાયલ અને વિકસાવવાની પદ્ધતિ પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. રશિયા રસી લાવવા માટે ત્રીજા સ્ટેજના ટ્રાયલ ને સ્કીપ કરી ચૂક્યું છે. એવા અહેવાલો વહેતા થયા હતા. ત્યારે આ રેસમાં પહેલાથી જ વિશ્વાસપાત્ર મનાતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી પણ આગામી મહિનાઓમાં સંપૂર્ણ તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. તો રશિયા દ્વારા સફળ રસી ની ઘોષણા થયા બાદ હવે બીજા દેશોમાંથી પણ રસી તૈયાર થવાના અહેવાલો મળવા લાગ્યા છે. થોડાક મહિના માં ઓકસફોર્ડ યુનિવર્સિટી ના કોરોના રસી નું પરિણામ પણ જાહેર થઈ શકે છે. આ મામલે યુકે ના વડા કહ્યું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને જર્મની કોરોના રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*