કહેવાય છે કે, જો માં મોગલમાં આસ્થા હોય તો માતાજી મોગલ પોતાના ભક્તોની આસ્થાને ક્યારેય તૂટવા દેતા નથી અને જ્યારે માતાજી મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે આપણે આવા જ એક કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ.
કારણ કે, જો માતાજીને ખાલી યાદ કરવામાં આવે તો પણ માતા તમારી પરેશાનીઓ અને દુ:ખો દૂર કરે છે. માં મોગલ તો દયાળુ છે. હાલ એક દંપતી પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે છેક કચ્છના કબરાવ ખાતે પહોંચ્યા હતા.
આ દંપતીએ જણાવ્યું કે, તેઓ બંને શિક્ષક છે અને તેમના પરિવારમાં કોઈ તકલીફ નથી. સુખ સંપત્તિથી તેમનું જીવન ભરેલું છે. મારા લગ્નના લગભગ છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ, અમારે સંતાન નથી અને અમે ઘણા ડોક્ટરોને પણ બતાવ્યું.
પરંતુ દરેક લોકોએ અમને કહ્યું કે, તમારા ભાગ્યમાં બાળક નથી. આ વાતથી તેઓ બંને ખૂબ જ દુઃખી હતા અને આખરે તેમણે માતાજી મોગલના ચરણોમાં આવી પહોંચ્યા અને કહ્યું કે, હે માં મને દીકરો અથવા દીકરી આજ અને જો મારા ઘરે સંતાન જન્મે તો હું ચાંદીની પાયલ અને 51 હજાર રૂપિયા રોકડા ભેટ સ્વરૂપે માતાજી તારા ચરણોમાં ચડાવી છે. બાદમા ટૂંક જ સમયમાં યુવતી ગર્ભવતી થઈ અને નવ મહિને દીકરાનો જન્મ થયો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.