કચ્છી કોયલ “ગીતાબેન રબારી”એ અમેરિકામાં વસતા ગુજરાતવાસીઓ સાથે રાસ ગરબાની ધૂમ મચાવી, જુઓ વાયરલ તસવીરો

હાલમાં સમગ્ર ગુજરાતનું ગર્વ અને સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી કચ્છી કોયલ તરીકે પોતાની એક અલગ અને નામના ઉભી કરનાર ગીતાબેન રબારી અમેરિકામાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી તમામ ગુજરાતી લોકોની વચ્ચે રાસ ગરબા ની ધૂમ મચાવી હતી જેની અનેક તસવીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ગીતાબેન રબારીના ચાહકોએ વિદેશ પ્રવાસ અને રાસ ગરબા ના કાર્યક્રમ માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાદગી અને સરળતા ના ખૂબ જ વખાણ કર્યા હતા.