માં મોગલ તો સાક્ષાત છે. સંતોની પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓનો વાસ છે. તેમના પર શ્રદ્ધા રાખવાથી માં મોગલ ભક્તોની બધી સમસ્યા દુર કરે છે. માં મોગલના દ્વારે આવનાર દરેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે.
માં મોગલ તો સાક્ષાત પરચા પુરનારી માતા કહેવાય છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.
મણીધર બાપુ, જેઓ કચ્છમાં આવેલા મોગલધામે બિરાજમાન છે. જેમણે યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે, બેટા શેની માનતા હતી? ત્યારે યુવકે કહ્યું કે, તેનું 4 થી 5 તોલા ઘરેણું ઘરમાં ખોવાઈ ગયું હતું. તેથી પરિવાર ખુબ જ હેરાન પરેશાન હતો. ઘણી જગ્યાએ શોધવા છતાં ક્યાંય મળ્યું નહિ તેથી તેણે મનમાં ધારી લીધું અને માં મોગલની માનતા માની હતી.
તો એ જ દિવસોમાં એ પરિવારને ઘરમાંથી જ 4 થી 5 તોલા સોનું મળી ગયું હતું. જેથી એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000 રૂપિયા લઈને આવી પહોચ્યો હતો. મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. આ યુવકે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેથી જ ફળ્યો છે.
મણીધર બાપુએ એ 21000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પૈસા પરત આપ્યા અને કહ્યું કે આ પૈસામાંથી સાડા દસ હજાર – સાડા દસ હજાર તારી દીકરી અને તારા કાકાની છોકરીને આપી દેજો માં મોગલ રાજી થશે. માં મોગલને આવી કોઈ ભેટ કે દાનની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના જ ભૂખ્યા છે. માં મોગલે તારી 10 ગણી માનતા સ્વીકારી છે. એ તો અશક્ય ને પણ શક્ય કરી બતાવે છે.