હાલમાં સમગ્ર ભારત દેશમાં અમીર પરિવાર તરીકે ઓળખ મેળવનાર અંબાણી પરિવાર એ પોતાના ઘર આંગણે એન્ટેલિયામાં ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરી હતી. ગણપતિ મહારાજના દર્શન કરવા માટે દેશ દુનિયાના તમામ મોટા સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ તસવીરોમાં અંબાણી પરિવાર ની નવી વહુ રાધિકા દરેક લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે તે પોતાના પેટ ઉપર હાથ રાખીને ચાલી રહી હતી જેને કારણે તમામ લોકોએ તસવીરો જોતા અંદાજો લગાવ્યો હતો કે જરૂરથી રાધિકા પ્રેગનેટ થઈ છે પરંતુ આ પાછળની સત્ય હકીકત શું છે ચાલો આપણે તેની વિશે થોડું જાણીએ. જોકે હજુ અનંત અને રાધિકાના લગ્ન થયાના માત્ર બે જ મહિના થયા છે અને આ પ્રેગનેન્સીના સમાચાર પણ અંબાણી પરિવાર તરફથી પણ કોઈ ખાસ સ્પષ્ટતા કે ખબર સામે આવી નથી.
સામાન્યપણે કોઈપણ ગર્ભવતી સ્ત્રીનું પેટ ગર્ભાવસ્થાના ચોથા મહિનામાં દેખાય છે. પરંતુ ઘણી સ્ત્રીઓના પેટ ત્રીજા માસિક હોવા છતાં પણ દેખાતું નથી. પેટના આધારે અંદાજો લગાવી શકાય છે કે સ્ત્રી પોતાના પહેલા બાળકને જન્મ આપી રહી છે કે બીજા બાળકને.જો પહેલો બાળકો હોય તો ઓછામાં ઓછા 12 દિવસ સુધી પેટમાં કોઈ બદલાવ જોવા મળતો નથી. પરંતુ જો મહિલા બીજી વખત પ્રેગ્નેટ થય હોય તો માસ પેશીઓમાં ખેચાવને કારણે પેટ વધારે ફુલાય છે જેને કારણે બેબી બમ્પ વધારે દેખાય છે.
પરંતુ હાલમાં તો રાધિકાના પ્રેગનેન્સી ના સમાચાર માત્ર અફવા છે તેવું ખાસ સ્પષ્ટ થતું નજરે આવે છે. પરંતુ રાધિકાને પેટમાં કોઈ અન્ય દુખાવો હોય તેવું લાગી રહ્યું છે. લગ્ન બાદ રાધિકાએ પોતાના સમગ્ર પરિવાર સાથે ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી તથા અનંત અને રાધિકા સંપૂર્ણ ભક્તિ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગણપતિ મહારાજ ની આરતી ઉતારતા જોવા મળ્યા હતા સમગ્ર અંબાણી પરિવાર ગણેશ ઉત્સવમાં પવિત્ર પાવન પર્વ નિમિત્તે ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા અંબાણી પરિવારની સાદગીએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
અંબાણી પરિવાર સમગ્ર વિશ્વમાં આટલી નામના મેળવેલી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેઓ દરેક ધાર્મિક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘર આંગણે એન્ટિલિયામાં ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરી હતી. ગણપતિ મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં તો રાધિકાના પ્રેગનેન્સી ના સમાચાર સોશિયલ મીડિયામાં ભારે જોર પકડ્યું છે.