ગુજરાતમાં શ્રીકૃષ્ણના અનેક તીર્થસ્થાનો આવેલા છે. જેમાં દ્વારકા ડાકોર મથુરા વૃંદાવન જેવા તીર્થ સ્થાનોનો સમાવેશ થાય છે. તેમાં પણ દ્વારકાએ શ્રીકૃષ્ણ માટે એક મહત્વનું કેન્દ્ર છે. કારણ કે, શ્રી કૃષ્ણએ પોતાનું સૌથી વધારે જીવન દ્વારકામાં જ વિતાવ્યું હતું. અહીં જ તેણે અનેક લીલાઓ કરી હતી તેથી જ આ મંદિર દરેક ભક્ત માટે આસ્થા અને શ્રદ્ધાનો પ્રત્યેક બની ગયું છે.
અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભગવાન દ્વારકાધીશ તરીકે બિરાજમાન છે. આ મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ છે. પરંતુ, આજે મીની દ્વારકા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દ્વારકા મંદિર જેવું જ લાગે છે. આ મંદિર રાજકોટના ગઢકા ગામમાં આવેલું છે. આ મંદિર નો ઇતિહાસ 800 વર્ષ કરતાં પણ જૂનો છે જે લોકો દ્વારકા જઈ શકતા નથી.
તેઓ અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથે સાથે જે લોકો દ્વારકા ધજા ચડાવી શકતા નથી. તેઓ અહીં ધજા ચડાવે છે. અહીંના ગ્રામજનો કહે છે કે, ઘણા વર્ષો પહેલાં અહીં દ્વારકા જવા માટે સંઘ આવ્યો હતો ત્યારે તેઓએ આ ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે એક ભક્તના સપનામાં ભગવાન દ્વારકાધીશ એ દર્શન આપ્યા હતા. પરંતુ તે ભક્ત એ દ્વારકાધીશ પાસે નિશાની માંગી હતી. ત્યારે દ્વારકાધીશ નિશાની સ્વરૂપમાં તેના ચરણ પગલાં મૂક્યા હતા.
સાથે સાથે આ સંઘમાં ખંભે દ્વારકા પદયાત્રીનું એક ચિન્હ છોડ્યું હતું. ત્યારે જ આ આ ભક્તોને હકીકતમાં વિશ્વાસ આવ્યો હતો અને ત્યારથી જ આ ગામ મીની દ્વારકા બની ગયું હતું. આજે પણ અહીં દૂર દૂરથી ભક્તો આવે દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાન દ્વારકાધીશ પણ અહીં હાજર બિરાજમાન છે તે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
અહીં દર પુનમે તથા વાર તહેવારે ભક્તોનો ભારે મેળાવડો જોવા મળે છે. અહીં દરેક ઉત્સવ જેવા કે જન્માષ્ટમી રામ નવમી વગેરે ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ગ્રામજનો તથા આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે આ મંદિરમાં સ્વયંસેવક પણ સેવા કરવા માટે આવે છે. તેથી જ આ મંદિર આજે દ્વારકા સાથે સાથે આ સ્થાન કેન્દ્ર બની ગયું છે.