માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ પર સાચા મનથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં માં મોગલે પોતાના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે.
જણાવી દઈએ કે, માં મોગલના આશીર્વાદથી નિ:સંતાન દંપત્તિઓને સંતાન પ્રાપ્તિ પણ થઈ છે. માં મોગલના પરચા વિશે તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે અમે તમને માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીએ તો, એક દંપતીના લગ્નના 11 વર્ષ વીતી ગયા છતાં પણ તેમના ઘરે પારણું બંધાયું ન હતું.
તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ડોકટરોને પણ બતાવ્યું પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહીં. આખરે, દંપતીએ કાબરામાં બેઠેલી મઆ મોગલની માનતા રાખી. આ દંપતીએ સાચા મનથી માં મોગલની માનતા માની હતી. તેથી લગ્નના 11 વર્ષ બાદ માં મોગળ્ણ આશીર્વાદથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો.
દીકરાનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ છવાયો હતો. દીકરો થોડોક મોટો થયો ત્યારે પરિવારના સભ્યો તેને લઈને કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.
ત્યારે મણીધર બાપુએ આ દંપત્તિને જણાવ્યું કે, જો માં મોગલ પર સાચા મનથી વિશ્વાસ રાખશો તો માં તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે.