સમગ્ર દેશભરમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે રાજસ્થાનમાં આવેલા હનુમાનજીના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિરનું મહત્વ એટલું છે કે, લોકો દૂર દૂરથી અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, લગભગ 500 વર્ષ પહેલા અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. આ એક જ મૂર્તિ એવી છે જેમાં હનુમાનજી બંને પગ જોડીને બેઠા છે. દરરોજ અહી મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવી પહોંચે છે.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે, આ મંદિરની છત નથી. હનુમાનજીનું આ મંદિર આરસના પથ્થરમાંથી બનેલું છે પરંતુ મંદિરની છત બનાવવામાં આવી નથી. જ્યારે આ મંદિરની છત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે છત બની નહીં અને તે ત્યાં જ તૂટી ગઈ હતી.
જ્યારે આ મંદિર નવું બનાવવામાં આવ્યું ત્યારે મંદિરની છત બનાવવામાં આવી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મંદિર બનતું હતું ત્યારે તેની દીવાલોની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ દરમિયાન, હનુમાનજીની ઊંચાઈ પણ આપોઆપ જ વધી હતી તેવું કહેવામાં આવે છે.
આ મંદિરમાં આવેલા ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે જ દૂર દૂરથી ભક્તો અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે અને શનિવારના દિવસે આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે.