આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. દેશમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલા ખેતલાઆપાના ચમત્કારીક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, કડુકા ગામમાં ખેતલાઆપાનું મંદિર આવેલું છે.
જણાવી દઈએ કે, અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ખેતલાઆપાના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં આવતા તમામ ભક્તોને નીચે જોઈને જ ચાલવું પડે છે. કારણ કે, આ મંદિરમાં ખેતલાઆપા સાપના સ્વરૂપમાં ફરતા હોય છે તેવું માનવામાં આવે છે.
અહી આવતા લોકોને કહેવામાં આવે છે કે, મંદિરના કોઈપણ ખૂણામાં સાપ દેખાય તો તેનાથી ડરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે, આજ સુધીમાં એકપણ વ્યક્તિને સાપે જરાક પણ નુકસાન પહોંચાડ્યું નથી. આ મંદિરમાં માત્ર એક બે નહીં પરંતુ ઘણા સાપ જોવા મળે છે.
દરરોજ અહીં મોટી સંખ્યામાં ફક્ત ખેતલાઆપાના દર્શન કરવા માટે આવે છે અને પોતે માનેલી માનતાઓ પણ પૂર્ણ કરે છે. જો કોઈપણ ભક્ત ખેતલાઆપાની પૂરી શ્રદ્ધા અને આસ્થા રાખીને માનતા માને તો ખેતલાઆપા તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.