ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ના આજે સમગ્ર દુનિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેમના કાર્યક્રમો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં તેમની વાતો અને હાસ્ય રસને માણવા માટે તેમના ચાહકો ભેગા થતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ માયાભાઈ આહીર સાહિત્ય ક્ષેત્ર અને હાસ્ય ક્ષેત્ર સાથે સાથે સમાજ સેવાના કાર્ય સાથે પણ હંમેશા જોડાયેલા રહે છે અને અનેકવાર ગરીબો જરૂરીયાતમંદ અને સામાજિક કાર્યોમાં મદદરૂપ થતા જોવા મળે છે. કલાકાર ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ માયાભાઈ આહીર હંમેશા પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને સરળતાથી જોડાયેલા રહે છે
આ કારણથી જ આજે તેઓ લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આજના સમયમાં માયાભાઈ આહીર સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સતત આગળ વધી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની ગર્વ અપાવી રહ્યા છે આ કારણથી જ તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે.
માયાભાઈ આહીર મૂળ બોરડા ગામના વતની છે. એમણે ગામમાં પણ અનેક સામાજિક સેવાની શરૂઆત કરી છે આ સાથે તેમણે સ્કૂલ નું નિર્માણ કરી બાળકોમાં શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિના બીજ ખૂબ જ સુંદર રીતે રોપ્યા છે. માયાભાઈ આહીર ના પુત્ર પણ જયરાજ આહીર પોતાના પિતાના માર્ગદર્શન અને પ્રેરણ હેઠળ સતત આગળ વધી સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે
View this post on Instagram
બાપ દીકરાની આ જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે. માયાભાઈ આહીર થોડા સમય પહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિતે પોતાના ઘરે ભગવાન મહાદેવની વિશિષ્ટ પૂજા પોતાના સમગ્ર પરિવાર સાથે કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે માયાભાઈ આહીર પોતાના ઘર આંગણે તમામ ધાર્મિક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે તે પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને પ્રથમ પ્રાધાન્ય આપે છે તથા તેમની દરેક વાતોમાં રાષ્ટ્ર સમાજ અને ધર્મલક્ષી વિચારો સાંભળવા મળે છે.
માયાભાઈ આહીર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક તસવીરો વિડીયો અને સેવાકીય કાર્યો શેર કરતા રહે છે હાલમાં જ તેમને પોતાના ગામ બોરડામાં આવેલ પૂરવા ગૌશાળાની મુલાકાત લીધી હતી વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે માયાભાઈ આહીર ગાય માતાને ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ સાથે ગામના લોકો સાથે મળી ગૌશાળાના વિકાસ અંગે પણ વાતચીત કરી હતી. આ વીડિયોમાં માયાભાઈ આહીર ગાય માતા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતા જોવા મળે છે.
તમામ ચાહકોને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે તથા કોમેન્ટ ના માધ્યમથી તમામ લોકોએ માયાભાઈ આહીર ના ખૂબ જ વખાણ કર્યા હતા એક વ્યક્તિએ લખ્યું હતું કે તમે તો અમારા ગુજરાતનું ઘરેણું છો મોરના ઈંડાને ક્યારે ચીતરવા ન પડે. જય ગાય માતા. બીજા વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે તમે તો અમારા દિલડા જીતી લીધા તમારા માટે અમારી પાસે કોઈ શબ્દ જ નથી બસ આવી જ રીતે આગળ વધતા રહો. કોમેન્ટ ના માધ્યમથી ચાહકોનો પ્રેમ સ્પષ્ટ પણે વ્યક્ત થયો હતો આ વીડિયોને અત્યાર સુધી 43,000 કરતા વધારે લાઇક મળી ચૂકી છે.