ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. જો કે રાજયમાં હાલ તો ગરમીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે હવે આગહી વચ્ચે વરસાદી ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. આ સાથે જ ગુજરાતનાં અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.
આગાહી અનુસાર વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનાં સુરત જીલ્લાની આસપાસ વરસાદી માહોલ સર્જાય શકે છે. ત્યારે જણાવી દઇએ કે 28 સપ્ટેમ્બર બનતી નવી સિસ્ટમ વાવાઝોડુ બંગાળમા બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આ સાથે અરબ સાગર સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. ઉલ્લેખનીય છે કે આ નવી સિસ્ટમ નવરાત્રીમાં બનશે જે વરસાદ લાવશે અને તે કારણે જ નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ સાથે નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.