ભવનાથ એટલે ભોલાનાથનું અતિ પ્રિય સ્થળ! ગરવો ગિરનાર શિવજીને કૈલાશ કરતા અતિ પ્રિય છે. તેથી જ સદાય ગિરનારના સાનિધ્યમાં રહેવા સ્વંય મહાદેવ ભવનાથરૂપે બિરાજમાન થયા છે. જ્યાં હંમેશા જય ગિરનારીનું સંગીત ગુંજતા હતા. આ ભવનાથ જૂનાગઢની જનતાના હૃદય સમાન છે. ભોલાનાથની દિવ્ય અનુભૂતિને મૂર્તિમંત કરતું આ પવિત્ર સ્થાન દરેકના હૃદયને સ્પર્શી જાય છે અને એ જ અવાજ “હર હર મહાદેવ” ગૂંજે છે.
સ્વર્ગથી રળિયામણું એ ભવ્ય સ્થાન છે જ્યાં નવનાથ ચૌર્યાસી સિદ્ધ નિવાસ કરે છે. આ ગિરનાર પર્વત ભગવાન મહાદેવની વિચરણ ભુમી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભગવાન શિવને આ સ્થાન કૈલાસ કરતા વધારે પ્રિય હતું, એટલા માટે જ જ્યારે ભગવાન કૈલાસ છોડીને ગયા ત્યારે તેઓ ગિરનારમાં સંતાયા હતા. પછી દેવી-દેવતાઓ તેમને શોધવા ગિરનાર પર્વત પર આવ્યા અને તેઓ બધા ત્યાં જ સ્થાયી થયા.
આજે આપણે જાણીશું ગિરનારમાં બિરાજમાન મહાદેવની એક ચમત્કારી વાત વિશે જે ભાગ્યે જ લોકો જાણતા હશે. ગિરનાર તો સૌ કોઈ જાય છે પરતું કુદરતની સૌંદર્યતાને માણવા માટે! ગિરનાર એક દૈવીય શક્તિ ધરાવતું સ્થાન છે, જ્યાં નીભુમી દેવી દેવતાઓથી પવિત્ર થયેલ છે. જણાવી દઈએ કે, અહીંયા કુલ 866 હિન્દુ અને જૈન મંદિરોથી ઢંકાયેલી છે જે શિખર પર ફેલાયેલી છે. અંતિમ શિખર સુધી પહોંચવા માટે વ્યક્તિએ 9999 પગથિયા ચઢવા પડે છે જેને સ્વર્ગની નિસરણી કહેવામાં આવી છે.
અહીંયા શિવજી ભવનાથ સ્વરૂપે બિરાજમાન છે અને દર વર્ષે મહાશિવરાત્રીમાં મેળામાં તેઓ સાક્ષત બિરાજમાન થાય છે. જણાવી દઈએ કે, ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં અતી પવિત્ર મૃગી કુંડ આવેલ છે જેમાં સ્નાન માત્રથી આ ભવના તમામ પાપો દૂર થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં પણ આ ભવનાથ મંદિરમાં દર વર્ષે ચિરંજીવીઓ પધારે છે.