નવરાત્રી પહેલા જ “કિંજલ દવે”ના નવા લોન્ચ થયેલા સોંગ એ ધૂમ મચાવી, શૂટિંગ સેટ પરથી સામે આવ્યો દેશી અંદાજ

ગુજરાતી સિંગર કિંજલ દવે એ થોડા સમય પહેલા જ અમેરિકામાં વસતા ગુજરાતી લોકોને રાસ ગરબાની મોજ કરાવી હતી આ બાદ હવે જ્યારે નવરાત્રિના પવિત્ર પાવન તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કિંજલ દવે પોતાનું નવું ગીત વિછુડો લોકો સમક્ષ લઈને આવી રહી છે જેની પ્રથમ ઝલક સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિંજલ દવેના ચાહકોએ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગીત નવરાત્રિના દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગીતના શૂટિંગ માટે કિંજલ દવે ખાસ પહેરવેશ પસંદ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.