તારક મહેતા શો નો જૂનો ટપુ ટીવી પર કરી રહ્યો છે કમબેક, જાણો કયા શોમાં કરશે એન્ટ્રી…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા 16 વર્ષથી મનોરંજન કરાવી રહી છે આ 16 વર્ષના ઘણા ખરા પાત્રોએ સિરિયલ ને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું જેને કારણે ચાહકોમાં પણ નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો.આ સીરીયલ માં નવ વર્ષ સુધી ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ પણ સીરીયલ ને છોડી દીધા બાદ તમામ લોકોએ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી.આ સીરીયલ છોડી દીધા બાદ ભવ્ય ગાંધી અનેક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ ભવ્ય ગાંધીના ચાહકો માટે હાલમાં જ ખુશીના સમાચાર સામે આવ્યા છે કે તે સબ ટીવીની સિરિયલમાં ફરીવાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે લાંબા સમય બાદ ટપ્પુના એન્ટ્રી ના સમાચાર સાંભળતા ની સાથે જ ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.