ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશ

અમદાવાદના ધોળકા જિલ્લામાં આવેલુ ગણેશપુરા મંદિર કે જેને કોઠના ગણપતિ, ગણિપતિ પુરાા નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અમદાવાદથી 62 કિમી દૂર ધોળકા ખાતે આવેલુ છે. જે અલૌકિક મંદિર છે. અહીં આવનારા ભક્તોની દરેક મનોકામના દાદા પૂર્ણ કરતા હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે. આ મંદિરની ખાસ વાત એ છે અહીં જમણી બાજુ સૂંઢ ધરાવતા ગણેશજી બિરાજમાન છે. તેમજ એક દંત અને સ્વયં ભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિની લંબાઇ છ ફૂટ છે.

અહીં તમે જાઓ એટલે દાદાની ભવ્ય મૂર્તિના અલૌકિક દર્શન થાય. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે લાંબુ ચાલવુ પડે છે પછી દાદાના દર્શન થાય છે. મંદિરનું પ્રવેશદ્વાર કલાત્મક અને આકર્ષક લાલ પથ્થરોથી બનેલું છે. અહીં ભક્તો દાદાને જાસૂદનો હાર ચઢાવે છે. કારણ કે ગણેશજીને લાલ રંગના જાસૂદ અતિપ્રિય છે. દાદાને બુંદી અને ચુરમાના લાડુ ધરાવવામાં આવે છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે. અહીં તમને ગરમા ગરમ લાઇવ કેળાની વેફર મળી રહે છે.