ગાંધીનગર-મહુડી હાઈવે પર મરણપ્રસંગે જતા સમયે રસ્તામાં જ બે મહિલાઓને ભરખી ગયો કાળ

ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં2 મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. આ પછી અકસ્માતને અંજામ આપી મર્સિડીઝ ચાલક ફરાર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે પૂર ઝડપે આવતા મર્સિડીઝ કાર ચાલકે પીક-અપ ડાલા, બાઈક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ સ્ટેન્ડની બાજુમાં ઉભેલી મહિલા ટક્કર મારતા 2 મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે.

એક સાથે ત્રણ-ત્રણ વાહનોને અડફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાને પણ નુકસાન થયુ હતું. ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી વળ્યું હતુ. આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.