હાલમાં ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી અબુધાબીમાં યોજાયેલ અલગ અલગ રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી રહી છે જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બાદ ભૂમિ ત્રિવેદીએ અલગ અલગ ફરવા લાયક સ્થળો અને ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. આજે પણ ભૂમિ ત્રિવેદી સંગીત ક્ષેત્રમાં સફળ થયો હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને હંમેશા સાથે રાખે છે આ કારણથી જ આજે તે તમામ ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહી છે તથા તેમનો સૂર દરેક લોકોના હૃદયને સ્પર્શી જાય તેવો છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના અનેક લોકપ્રિય ગીતો નવરાત્રીના દિવસોમાં ચારે તરફ ગુંજતા જોવા મળે છે.
ભૂમિ ત્રિવેદી પોતાના સંગીત ક્ષેત્રમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતને ગર્વ અપાવ્યું છે આ સાથે જ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંકશનમાં પણ તેણે હાજરી આપી હતી અને ગુજરાતી સંગીત અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે વિશિષ્ટ મુલાકાત કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો ભૂમિત ત્રિવેદી હંમેશા પોતાના સરળ સ્વભાવ અને સાદગી સાથે જોડાયેલી રહે છે. ભૂમિ ત્રિવેદી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો વિડીયો અને રાસ ગરબાના કાર્યક્રમોની અપડેટ અને પોતાના નવા ગીત લોન્ચ કરતી રહે છે.
હાલમાં ભૂમિ ત્રિવેદીએ અબુધાબીમાં આવેલા ધર્મ વિશ્વાસ આસ્થા ભક્તિ નું કેન્દ્ર તરીકે ગણાતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જેની તસવીરો લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ભૂમિ ત્રિવેદી પોતાના સાથી મિત્રો અને મેનેજમેન્ટ ટીમ સાથે અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણ અને અન્ય દેવી દેવતાઓના સંપૂર્ણ ભક્તિ ભાવથી દર્શન કરી રહી છે આ સાથે જ તેમને બાલગોપાલના પારણા ને પણ ઝુલાવ્યો હતો. આ મંદિરની મુલાકાત વખતે ભૂમિ ત્રિવેદી સંપૂર્ણ ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળી હતી. આ બાદ તેમણે મંદિરના રાત્રે નજારા વચ્ચે તસવીર શેર કરી હતી જે મનમોહક અને દરેક લોકોના હૃદય સ્પર્શી જાય તેવી જોવા મળી હતી.
આ મુલાકાત બાદ તેમણે રાત્રીની સંધ્યા આરતી નો પણ લાભ લીધો હતો. આપને જણાવી દઈએ કે ઇતિહાસમાં પ્રથમ વખત મુસ્લિમ દેશ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની સ્થાપના થઈ હતી જે સનાતન ધર્મ આસ્થા વિશ્વાસ પરંપરા સંસ્કારો સંસ્કૃતિ ને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરશે અને લાખો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરશે આજે સનાતન સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝળહળી ઉઠી છે બીએપીએસ સંસ્થાના પૂર્વ પ્રમુખ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિચારને હાલના પ્રમુખ મહંત સ્વામી મહારાજે સાકાર કરી પ્રથમ વખત અબુધાબીમાં બીએપીએસ મંદિરની સ્થાપના કરી હતી.
અબુધાબીમાં આવેલ આ બીએપીએસ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિરમાં તમામ દેવી-દેવતાઓની મૂર્તિ આવેલી છે જેમાં ભગવાન શ્રીરામ સીતા રાધાકૃષ્ણ શંકર પાર્વતી ભગવાન ગણેશ જેવી તમામ મૂર્તિઓનો સમાવેશ થાય છે દરેક લોકો માટે આસ્થા અને વિશ્વાસનું આ મંદિર કેન્દ્ર બની ગયું છે. આ મંદિરની ભવ્યતા અને સુંદરતાના આજે ચારે તરફ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી માટે આ મંદિરની મુલાકાત ખૂબ જ યાદગાર બની ગઈ હતી.