“ડોલી ચાય વાલા” એક ઇવેન્ટ માટે ડિમાન્ડ કરે છે આટલા લાખ રૂપિયા,સૌથી મોટો ખુલાસો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં નાગપુરમાં ચા વેચતો ડોલી રાતોરાત જ ફેમસ થઈ ગયો હતો અને તેને તમામ જગ્યાએથી લોકપ્રિયતા મળવા લાગી હતી માત્ર એટલું જ નહીં પરંતુ સામાન્ય ચા વેચનાર વ્યક્તિ આજે એક સેલિબ્રિટી કરતા પણ વધારે બની ગયો હતો અને દેશ વિદેશમાં તેની બોલબાલા થવા લાગી હતી. માઈક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર અને માલિક બિલ ગેટ્સ નાગપુરના ડોલી ચાય વાલાને ત્યાં ચા પીવા માટે આવ્યા હતા બસ ત્યાંથી જ ડોલી ચાય વાલાની પ્રગતિની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે લોકપ્રિયતા વધતા આજે ડોલી ચાઈ વાલા એક સેલિબ્રિટી બની ગયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફૂડ વલોગર એ ખુલાસો કર્યો છે કે ડોલી ચાય વાલા એક ઇવેન્ટના કેટલા રૂપિયા ડિમાન્ડ કરે છે. જેની પાછળનો ખર્ચ જાણી તમારા પણ હોશ ઉડી જશે.