ભારતભરમાં એવા ઘણા મંદિરો છે જે અલગ અલગ વિશેષતા ધરાવે છે. તો આજે આપણે ગુજરાતમાં એક ગામ છે જેને મહિલા સતી કહેવામાં આવે છે અને તે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને અહીં લગભગ 800 વર્ષ પહેલાં ગુજરાતના ઝુલાસણ ગામમાં એક મહિલા સતી બન્યા હતા.
જે આજે હાજરા હજુર રહીને લોકોના દુ:ખડાઓ દૂર કરે છે. આ સતી માતા લોકોને વિદેશ યાત્રા પર જવાનો રસ્તો પણ ખોલી આપે છે. કહેવામાં આવે છે કે, જો તમે અહીં વિઝા મેળવવા માટે તેમની પ્રાર્થના કરો તો તમને પણ ચોક્કસપણે પરિણામ મળે છે.
જેના કારણે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિત ઘણા બધા રાજ્યમાંથી લોકો અહી દર્શને આવે છે અને વિઝાની ઈચ્છા વ્યક્ત કરે છે. અહી લોકોની મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે અને જો કોઈના ઘરે પારણું ના બંધાતું હોય તો તેમની માનતા રાખવાથી તેમના ઘરે બાળકનો જન્મ પણ થાય છે.
જો આ મંદિર વિશે વાત કરવામાં આવે તો મહેસાણાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ઝુલાસણ ગામની વસ્તી 7000 જેટલી જ છે અને ત્યાંના પરિવાર દીઠ એક વ્યક્તિ વિદેશમાં રહે છે.
આ ડોલા માતાજીના મંદિરમાં વિઝા મેળવવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ કોમી એકતાનું સંપૂર્ણ પ્રતિક પણ છે. અહી લગભગ 800 વર્ષથી તેમને પૂજવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ માટે આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુઓ માતાજીને મીઠાઈ, સુખડી અને શ્રીફળ ચઢાવે છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો ચાદર પણ ચડાવે છે.