ગીતાબેન રબારીએ ચણિયાચોળીમાં કરાવ્યું ખૂબ જ સુંદર ફોટોશૂટ,જુઓ વાયરલ તસવીરો વાઇરલ

સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં કચ્છી કોયલ તરીકે જાણીતા સંગીતકાર ગીતાબેન રબારી હાલમાં વિદેશની ધરતીમાં ધૂમ મચાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કેનેડામાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી ના સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગીતાબેન રબારી કેનેડાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા ની ધૂમ મચાવી રહ્યા છે. તમામ ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા ખૂબ જ મોટી સંખ્યામાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ગુજરાતવાસીઓ સહિત કેનેડાના રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ જમાવી હતી.