મિત્રો, મોગલ માતાજી આજે પણ સાક્ષાત પરચા પુરા પાડે છે. ગોહિલવાડનું ભગુડા ગામ, મોગલ સંતો અને સુરાની ભૂમિમાં માતાજીનો વાસ છે અને લગભગ 450 વર્ષ પહેલા માતાજી નળરાજાની તપોભૂમિ એવા ભગુડા ગામમાં પહોંચ્યા હતા. લોકોની આવી શ્રદ્ધાને કારણે આ ઐતિહાસિક કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું.
અહીં આવતા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરનો ઈતિહાસ અનોખો છે અને લગભગ સાડા ચારસો વર્ષ પહેલા ભગુડા ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગામના આહીર સમાજના પરિવારોએ સ્થળાંતર કર્યું અને આહીર અને ચારણ જ્ઞાતિઓ વચ્ચે બહેનનો સંબંધ છે.
મિત્રો, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી લોકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. ભગુડા ગામ વિશે એવું કહેવાય છે કે, અહીં કોઈ ચોરીની ઘટના બનતી નથી અને ગામના લોકોમાં એટલી આસ્થા છે કે ગામ અને દુનિયાની રક્ષા કરનાર માતાજી સાક્ષાત રીતે બિરાજમાન હોવાથી ઘર કે દુકાનને તાળા નથી લાગતા.
કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈક જગ્યાએ તાળું મારતા હોય તો તે અપવાદ કહી શકાય. બાકી તમને જોવા નહીં મળે અને ભગુડા ગામમાં આહીર સમાજના અઢીસો જેટલા ખોરડાઓ આવેલા છે જેમાંથી દર ત્રણ વર્ષે તરવેડો ચડાવવામાં આવે છે.અહીં આવનારા દરેક લોકોની તમામ મનોકામનાઓ પૂરી પણ થાય છે અને મહુવાથી 25 કિલોમીટર તેમજ ભાવનગરથી 80 કિલોમીટર તેમજ બગદાણાથી સાવ નજીક આવેલા આ ભગુડા ગામની અને તેમાં પણ માતાજી મોગલના દર્શન અવશ્ય કરજો.