પેરીસમાં કચ્છી કોયલ “ગીતાબેન રબારી”નો જોવા મળ્યો એકદમ મોર્ડન લુક, જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગીતાબેન રબારી આજે સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે તથા દિવસેને દિવસે લોકોની વચ્ચે તેમની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળે છે. ગીતાબેન રબારી થોડા સમય પહેલા જ પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત કર્યા હતા જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી પરંતુ તે પહેલા તેમણે પેરિસમાં યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં હાજરી આપી હતી. આપને જણાવી દઈએ કે વિદેશની ધરતીમાં રાસ ગરબા નો કાર્યક્રમ હોવા છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ ઉમટી પડ્યા હતા જે વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આજના સમયમાં ગીતાબેન રબારીને લોકપ્રિયતામાં કેટલો વધારો થયો છે.