ગુજરાતી કલાકાર “રાજભા ગઢવી” અને “ગોપાલ સાધુ”નું યુકેમાં થયું ભવ્ય સ્વાગત – જુઓ વિડીયો

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી હાલમાં યુકે પ્રવાસની મજા માણી રહ્યા છે જ્યાં યુકેમાં રહેતા ગુજરાતવાસેવા તરફથી લોક સાહિત્યના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે આજે લોકસાહિત્યની સંસ્કૃતિ સંસ્કારો અને તેનો વારસો વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયો છે જે આપણા સૌ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.એ થી વિશેષ વાત એ છે કે આપણા ગુજરાતીઓ વિદેશમાં વસતા હોવા છતાં પણ હજુ સુધી ભારતીય પરંપરા સંસ્કારો અને સંસ્કૃતિ ભૂલ્યા નથી અને અવારનવાર અનેક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે ત્યારે હાલમાં જ ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવી યુકેની વિદેશ ધરતીમાં પહોંચ્યા હતા જયા રાજભા ગઢવી એ થોડા સમય પહેલા પ્લેનમાંથી સુંદર મજાનો વિડીયો શેર કરી તમામ ગુજરાતવાસીઓને ખુશીના સમાચાર આપ્યા હતા અને કહ્યું હતું કે હવે તેઓ ટૂંક સમયમાં યુકેની વિદેશ ધરતીમાં લોકસાહિત્યની મોજ કરાવવા માટે આવી રહ્યા છે.

આ બાદ તેઓ યુકેના લેસ્ટર શહેર પહોંચ્યા હતા જ્યાં તમામ ગુજરાતવાસીઓ તરફથી રાજભા ગઢવીનો ખૂબ જ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દે કે આજે રાજભા ગઢવીના ચાહકો માત્ર ગુજરાત પૂરતા જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને વિદેશની ધરતીમાંથી પણ ખૂબ જ પ્રેમ સાથે અને સહકાર આપતા હોય છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે રાજભા ગઢવીનો એક ચાહક કહી રહ્યો છે કે હવે ટૂંક જ સમયમાં અમારી વચ્ચે રાજભા ગઢવી અને ગોપાલ સાધુ આવવા જઈ રહ્યા છે અને ફરીવાર વિદેશની ધરતીમાં લોકસાહિત્યની ધૂમ મચશે. આ લોક સાહિત્યના કાર્યક્રમમાં સાધુ સંતોએ પણ વિશિષ્ટ હાજરી આપી હતી.

આ બાદ ગુજરાતી સંગીતકાર ગોપાલ સાધુ અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી લોક ડાયરાની ધૂમ મચાવી હતી જેમાં ચારે તરફ ભારતીય તિરંગા જોવા મળ્યા હતા ગુજરાતી ગીતોથી કાર્યક્રમનું વાતાવરણ ચારે તરફ ખીલી ઉઠ્યું હતું. રાજભા ગઢવી એ પણ તમામ લોકોને લોકસાહિત્યની અનેક વાતો કરી મોજ કરાવી દીધી હતી. વિદેશની ધરતીમાં સપાખરા દુહા છંદની રોનક જોતા તમામ ગુજરાતીઓના દિલ ખુશ થઈ ગયા હતા.

આ ડાયરાની તમામ તસવીરો ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે તમામ ગુજરાતવાસીઓએ ગોપાલ સાધુ અને રાજભા ગઢવી ના આ કાર્યક્રમમાં મન મૂકીને મોજ કરતા જોવા મળે છે આ તમામ તસવીરો અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ રાજભા ગઢવી અને ગોપાલ સાધુ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ તમામ લોકો માટે ખૂબ જ યાદગાર અને ખાસ બની ગયો હતો.