ટીવી સીરીયલની ગોપી વહુ ટૂંક સમયમાં બનવા જઈ રહી છે માતા, બાળકના સ્વાગત માટે થયું જોરદાર સેલિબ્રેશન – જુઓ તસવીરો

ટીવી સિરિયલમાં ફેમસ થયેલી ગોપી વહુ એ લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી હાલમાં જ ગોપી વહુએ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાજી અને તેમના પતિ શાહ નવાજ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી ગોપી વહુની પ્રેગનેન્સી ને લઇ અનેક સમાચાર વાયરલ થઈ રહ્યા હતા જેને લઇ આખરે કપલ એ આ સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દરેક લોકો સમક્ષ ખુશીના સમાચાર રજૂ કર્યા હતા.જેમાં તેમના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.